ઇતિહાસ ભુજ
પદાધિકારીશ્રીઓ
યુવા મંડળ
મહિલા મંડળ
સમાજરત્ન
સમાજ ગૌરવ
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
સમાચાર / પ્રસંગ
ઉપયોગી માહિતી
સાઈટ મેપ
 
  શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - સમાચાર / પ્રસંગ
 

 

શ્રધ્ધાંજલી સમાચાર

સ્વાતંત્ર્ય સેનાની ડો.વી.બી. વાધેલાની ચિરઃવિદાયમુળ ગામ રેહના ભુજને કર્મભુમિ બનવનાર સમાજના બુઝર્ગ વડીલ સ્વાતંત્રસેનાની ડો.વલમજીભાઇ ભીમજીભાઇ વાઘેલાનું તા. 31/08/2014 ના રોજ મઘ્યે દુઃખદ અવસાન થયેલ છે.

1926માં જન્માષ્ટમિના દિવસે રેહા મઘ્યે જન્મેલા સ્વ. ડો.વાઘેલા યુવા અવસ્થાથી દેશપ્રેમના રંગે રંગાયેલા હતા.મહાત્મા ગાંઘીજી ના પ્રભાવ હેઠળ સ્વતંત્રતા સંગ્રામ જોડાઇને ઇ.સ.1942ભાવનગર મઘ્યે 'હિંદ છોડો' ચળવળમાં ભાગ લીઘો.જેલમાં ગયા અને ભારત દેશને આઝાદી અપાવવામાં સહભાગી બન્યા.
આઝાદી બાદ જહેરસેવા, આરોગ્યસેવા,રાજકીય ક્ ક્ષેત્ર નોંધપાત્ર સેવાઅઓ પ્રદાન કરી . લોકલ બોર્ડના માધ્યમથી કચ્છના અંતરિયાળ ગામોમાં તબીબી સેવાઓ આપી.જીલ્લા કોંગ્રેસ(આઇ)ના પ્રમુખ બન્યા અને રસ્તા, પણી, શિક્ષણ, વીજળી, દુષ્કળ, તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે જાગ્રત રહ્યા.

1998મં ગુજરાત સરકાર્ દ્રારા આયોજીત "દાંડી સ્મરણ યાત્રા " નું નેત્રત્વ નેતૃત્વ કરી સમાજને ગૌરવ અપવ્યુ. કેળવળી મંડળ, પ્રાદેશિક સમિતી, મહાસભા તથા અન્ય સામાજીક સંસ્થાઓમાં સેવાઓ આપી.રેહા ગામના સરપંચ પદે પણ રહ્યા.

તેમના અવસાનથી આપણા સમાજ અને જહેરક્ષેત્રને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાન્તિ આપે......
 

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ- ભુજ ઘટક        

 

 

 

 

 

 
 
Copyright © 2011 Welcome to Shri Kutch Gurjar
Kshatriya Samaj - Bhuj. All Rights Reserved.
  WWW.KUTCHWEBINFO.COM 
Website Development Company