ઇતિહાસ ભુજ
પદાધિકારીશ્રીઓ
યુવા મંડળ
મહિલા મંડળ
સમાજરત્ન
સમાજ ગૌરવ
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
સમાચાર / પ્રસંગ
ઉપયોગી માહિતી
સાઈટ મેપ
 
  શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - સમાજરત્ન
    સ્વ. શ્રી હિરજીભાઈ ખીમજીભાઈ ચૌહાણ
 સ્થાપક પ્રમુખશ્રી  - કચ્છ  ગુર્જર  ક્ષત્રિય  સમાજ  મહાસભા
 


                    મુળ  ગામ  ;- રેહા                    કર્મભુમિ  :- રત્નાગિરી  (  મહારાષ્ટ્ર ) 

 જન્મ તારીખ :-  9 -6-1915                  દેહવિલય :- તા. 29- 5- 1991

વ્યક્તિત્વ  જાજરમાન ને  અમુલ્ય  તમારા  યોગદાન .. મૃત્યુ ની કાલિમા  કાલવી તમે શુભ યશ પુંજે નિદાન

                            એ ... તમારી  ખાંભિયું  ખોડાય  અઢારે  ગામ ... !

                                       સમાજ  ઉત્કર્ષ ના  મહાન  કાર્યમાં  જેમનું  અમુલ્ય  યોગદાન રહેલું  છે ... સમાજનું  હિત  જેમના  રોમ – રોમ  માં  સમાયેલું  હતું  તેવા  શ્રધ્ધેય  "સમાજરત્ન"  સ્વ. હિરજીભાઇ ખીમજીભાઇ ચૌહાણ આપણા  સમાજના  અવિસ્મરણિય અને  મહાન વ્યક્તિત્વ તરીકે  પુજાય  છે.   તમામ  સામાજિક  કાર્યક્રમો ના પ્રારંભમાં તેમની છબીને માલ્યારોપણ કરીને આપણે પુરા આદરપુર્વક તેમને   યાદ કરીએ  છીએ.

                        વ્યાવસાયિક  કારણોસર ભારતભરમાં સ્થાયી  થયેલા આપણા  સમાજના  પરિવારો અને વસાહતોનો તેમણે પ્રવાસ  દ્વારા  સંપર્ક  કર્યો. અને  સંગઠિત  બનવાનું  મહત્વ  સમજાવ્યું. તા. 10-4-1971 ના જયપુર ( રાજસ્થાન )  મુકામે મહાસભાની  ની સ્થાપના કરી સમાજના સુવર્ણ ઇતિહાસનો પાયો  નાખ્યો. બહોળા   જનસમુદાયની  હાજરીમાં  તેઓ  મહાસભાના  પ્રથમ અને સ્થાપક  પ્રમુખ  બન્યા. અને  જીવન પર્યંત મહાસભાનું  અનિવાર્ય  અંગ  બની રહ્યા. મહાસભાના  છત્ર  હેઠળ તેમણે  ઘટકો ની  સ્થાપના કરી. સમાજના  નારીશક્તિ  અને યુવાશક્તિ ને જાગૃત  કરવા મહાસભાની બે  પાંખો રૂપે 1975 માં "અખિલ  ભારત  યુવા  મહામંડળ" અને  "અખિલ  ભારત  મહિલા મંડળ"  ની  સ્થાપના  કરી. ઘટક  સ્તરે પણ  યુવામંડળો અને મહિલામંડળોની સ્થાપના  કરી  પ્રોત્સાહિત  કર્યા. સમાજના  જરૂરતમંદ  પરિવારોને  મુંઝવતી  સગપણ અને લગ્ન સમસ્યાઓ ને  સમજી તેનું  નિરાકરણ કરવા સગપણ  સંમેલન  અને  સમુહ લગ્ન ના  આયોજનની  શરુઆત  કરી. જે  આજ પર્યંત  ચાલી  રહેલ  છે.

સમાજના  ગંગાસ્વરૂપ  માતાઓ  અને  બહેનોને પુર્ણ  સન્માન આપી પારિવારિક , સામાજિક  અને ધાર્મિક  કાર્યોમાં મહત્વનું  સ્થાન  અપાવ્યું.

સમાજની  મોટી નાતના  સમયથી  ચાલી  આવતી ન્યાય  પ્રણાલીને જીવંત  રાખી મહાસભાના  "મધ્યસ્થ  ન્યાય  પંચ" સ્વરૂપે  ન્યાય  આપવાની પરંપરા  ચાલુ  રાખી.

સમાજના  આર્થિક  રીતે  જરૂરતમંદ પરિવારોને  સહાયભુત   થવાના ઉદેશ્ય થી મહાસભાની  16  પ્રાદેશિક  સમિતીઓ અંતર્ગત પ્રાદેશિક  ટ્રસ્ટોની  સ્થાપના  કરી. આ સિવાય શૈક્ષણિક , સામાજિક  અને પારિવારિક  ટ્રસ્ટો ની  રચના  કરી રૂ . એક  કરોડ નું  ફંડ  એકત્રિત  કરી  સમાજને  અર્પણ  કર્યું .

      હું  એક  વડનું  પાંદડું ને વડ  મમ પુનિત  સમાજ ...

                                      પ્રાર્થું  દીન  દયાળને સદા સંગઠિત  રહે  મુજ  સમાજ .......

આવી  અનેરી  ભાવના  જેમના  દીલમાં  હતી તેવા  મહામાનવને  શત શત  વંદન ......! .   હિરજીબાપા  અમર  રહો ... !

 
 
Copyright © 2011 Welcome to Shri Kutch Gurjar
Kshatriya Samaj - Bhuj. All Rights Reserved.
  WWW.KUTCHWEBINFO.COM 
Website Development Company